Skip to main content
Settings Settings for Dark

કોવિડ 19ને કારણે ઈટલીમાં મૃત્યુઆંક વધીને થયો 630ને પાર

Live TV

X
  • સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા 1400 લોકો પર રાખવામાં આવી રહી છે નજર

    કોરોના વાયરસનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 50 થઈ ગઈ છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં 34 લોકો ભારતના છે. જ્યારે બીજા 16 લોકો ઈટલીના છે. સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા 1400 લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

    તો બીજી તરફ ઈટલીમાં કોરોના સામે રક્ષણ આપવા, અમુક જેલોમાં કેદીઓના પરિવાર જનોને મળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેના વિરોધમાં કેદીઓ , આક્રમક બન્યા હતા. જેમાં 6 જેટલાં કેદીઓના મોત થયા હતા. આ તરફ સંયુક્ત રાષ્ટ્રની વેપાર અને વિકાસ એજન્સીએ જણાવ્યું છે , કે કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં 2,000 અરબ ડોલરનું નુકસાન થવાની સંભાવના છે. વધુમાં એજન્સીએ જણાવ્યું , કે આ ભયાનક રોગચાળાના કારણે , અમુક દેશોએ મંદીનો માર પણ સહન કરવો પડશે. આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિ દર અઢી ટકાથી ઓછો રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply