Skip to main content
Settings Settings for Dark

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના વાયરસ પીડિત વુહાન શહેરની મુલાકાત લીધી 

Live TV

X
  • છેલ્લા 24 કલાકમાં ચીનમાં હુબેઇ પ્રાંત અને તેની રાજધાની વુહાનમાં કોરોના વાયરસના કારણે 17 લોકોનાં મોત નીપજ્યાં છે.

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કોરોના વાયરસથી પીડિત વુહાન શહેરની મુલાકાત લીધી છે. આજે ચીનના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં ચીનમાં હુબેઇ પ્રાંત અને તેની રાજધાની વુહાનમાં કોરોના વાયરસના કારણે 17 લોકોનાં મોત નીપજ્યાં છે. ચીનમાં આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 3136 લોકોનાં મોત નીપજ્યાં છે. વુહાનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ કોરોના વાયરસને અંકુશમાં લેવા માટે લેવામાં આવતા પગલાઓની નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. ચીનમાં કોરોના વાયરસના 19 નવા કેસો સાથે અત્યાર સુધીમાં કુલ 80754 કેસની પુષ્ટિ થઈ છે. આ પૈકી 17721 દર્દીઓ સારવાર હેઠળ છે અને પાંત્રીસ હજારથી વધુ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply