Skip to main content
Settings Settings for Dark

ઉત્તર કોરિયાએ પૂર્વી કિનારાથી પ્રક્ષેપિત કર્યા ત્રણ અજાણ્યા મિસાઇલ

Live TV

X
  • સંયુક્ત ચીફ સ્ટાફ (જેસીએસ) દ્વારા  કહેવામાં આવ્યું છે કે દક્ષિણ હિમાયોંગ પ્રાંતના પૂર્વી શહેર સોંડોક નજીકના વિસ્તારોમાંથી આ  મિસાઇલ (અસ્ત્ર) છોડવામાં આવ્યા છે.

    ઉત્તર કોરિયાએ સોમવારે પૂર્વ સમુદ્રમાં ત્રણ અજાણ્યા મિસાઇલો (પ્રોજેક્ટીકલ્સ) ચલાવ્યાં. ગયા અઠવાડિયાની શરૂઆતમાં પણ તેણે સમુદ્રમાં બે મિસાઇલો છોડી હતી. મિસાઇલ પ્રકાર, ફ્લાઇટ રેન્જ સહિત અન્ય વિગતો તાત્કાલિક ઉપલબ્ધ થઈ નથી. સંયુક્ત ચીફ સ્ટાફ (જેસીએસ) દ્વારા સમાચાર એજન્સી સિન્હુઆના હવાલાથી કહેવામાં આવ્યું છે કે દક્ષિણ હિમાયોંગ પ્રાંતના પૂર્વી શહેર સોંડોક નજીકના વિસ્તારોમાંથી આ  મિસાઇલ (અસ્ત્ર) છોડવામાં આવ્યા છે. આ પહેલા પણ ગયા અઠવાડિયે ઉત્તર કોરિયાએ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું, જેનું દુનિયાના દેશોએ વિરોધ કર્યો હતો. બ્રિટેન, ફ્રાંસ, જર્મની,બેલ્જિયમ અને એસ્ટોનિયા જેવા દેશોએ સંયુક્ત રાષ્ટ્ર  આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આને ઉશ્કેરણીજનક પગલું ગણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply