WEFમાં કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલ અને મનસુખ માંડવિયા કરી રહ્યા છે ભારતનું પ્રતિનિધિત્વ
Live TV
-
કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયેલ અને મનસુખ માંડવિયા દેશનાં ખ્યાતનામ ઉધોગપતિઓને લઈને સ્વીત્ઝર્લેન્ડના દાવોસ ખાતે ચાલી રહેલી 50 મી વાર્ષિક 'વર્લ્ડ ઈકોનોમીક ફોરમ'ની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયેલ અને મનસુખ માંડવિયા દેશનાં ખ્યાતનામ ઉધોગપતિઓને લઈને સ્વીત્ઝર્લેન્ડના દાવોસ ખાતે ચાલી રહેલી 50 મી વાર્ષિક 'વર્લ્ડ ઈકોનોમીક ફોરમ'ની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ દેશનાં રાજનેતાઓ તથા અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે દ્વિપક્ષીય, રાઉન્ડ ટેબલ તેમજ વન-ટુ-વન મીટીંગમાં ભાગ લેશે અને ભારતમાં મૂડીરોકાણની તકો અંગે જાણકારી આપીને આમંત્રિત કરશે.આ પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યુએન એઇડ્સની ઉચ્ચ-સ્તરની રાઉન્ડ ટેબલ બેઠકમાં ભાગ લીધો હતો.
