અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સામેની મહાભિયોગ દરખાસ્ત આજે સેનેટમાં રજૂ થશે
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સામેની મહાભિયોગ દરખાસ્ત આજે સેનેટમાં રજૂ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ સામે આ પ્રકારની ત્રીજીવાર દરખાસ્ત રજૂ થઇ છે. આ અગાઉ એન્ડ્રુ જહોનસન અને બીલ ક્લિન્ટન સામે પણ મહાભિયોગ દરખાસ્ત રજૂ થઇ હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સામેની મહાભિયોગ દરખાસ્ત આજે સેનેટમાં રજૂ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ સામે આ પ્રકારની ત્રીજીવાર દરખાસ્ત રજૂ થઇ છે. આ અગાઉ એન્ડ્રુ જહોનસન અને બીલ ક્લિન્ટન સામે પણ મહાભિયોગ દરખાસ્ત રજૂ થઇ હતી. રિચાર્ડ નિકસન સામે દરખાસ્ત મૂકાઇ હતી, પરંતુ તેમણે રાજીનામું આપ્યું હતું. તેમાં ડેમોક્રેટ દૂર કરવા ઇચ્છે છે. જયારે રીપબ્લીકન તેના વિરોધમાં છે. ઉલ્લેખનીય છે કે દસ મહિના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સેનેટ આજે આ દરખાસ્ત પર વિચારણા કરવાની છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે તેમના હોદ્દાનો દુરૂપયોગ અને સંસદની કામગીરીમાં અવરોધના આક્ષેપ છે. ગયા મહિને પ્રતિનિધિગૃહે આ દરખાસ્ત મંજૂર કરી હતી. ડોનલ્ડ ટ્રમ્પે ફરીથી ચૂંટાવા માટે યુક્રેન સરકારી મદદ લીધાનો પણ આરોપ છે, તથા તે માટે તેને અપાતી સહાય રોકીને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સોદો કર્યાનું કહેવાય છે. બીજી તરફ કેટલાકનો આરોપ છે કે તેમણે જો બીડન સામે તપાસ માટે યુક્રેન જાહેરાત કરે તેવું ષડયંત્ર ઘડ્યું હતું
