Skip to main content
Settings Settings for Dark

ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ, 17નાં મોત: WHOમાં બેઠકોનો દૌર

Live TV

X
  • ચીનમાં કોરોના વાયરસના પ્રકોપને કટોકટીની સ્થિતિ જાહેર કરવા અંગે વિચારણા માટે જીનીવામાં WHOની બેઠક ચાલી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થા એ વાતનો નિર્ણય કરશે કે, શું આ બિમારીના પ્રકોપને આંતરરાષ્ટ્રીય ચિંતાનું કારણ મળવું જોઈએ કે નહીં? આ બેઠકનું મહત્વ એટલા માટે વધુ છે કેમ કે, WHO અનુસાર કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે તાત્કાલીક અને સમન્વીત આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની જરૂરિયાત છે. જો તેને કટોકટીની સ્થિતિ જાહેર કરાય છે તો WHO દુનિયાના દેશોને સંક્રમણના વધુ કડક ઉપાય કરવાની સલાહ આપી શકે છે. ચીનમાં 17 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે અને તેનો પ્રકોપ બેઈજિંગ અને શાંઘાઈ જેવા મોટા શહેરોમાં ફેલાઈ ચુક્યો છે. ચીન, થાઈલેન્ડ, જાપાન અને દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસથી ન્યુમોનિયાના લક્ષણવાળા 540 કેસો હોસ્પિટલમાં આવી ચુક્યા છે. ઘણા દેશોએ ચીનના પ્રવાસેથી પરત ફરતાં મુસાફરોના કોરોના વાયરસના લક્ષણો માટે તેમની તબીબી તપાસ શરૂ કરી છે. ભારતે પણ ચીનનો પ્રવાસ કરનાર પોતાના નાગરિકો માટે પહેલેથી જ સુચના જાહેર કરી છે. સરકારે કહ્યું કે, સ્થિતિનો સામનો કરવા તે તૈયાર છે. આ રોગમાં સામાન્ય શરદીથી લઈને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply