WHO: ઝડપથી ફેલાતો ઓમિક્રોન વેરીયન્ટ ડેલ્ટા વેરીયન્ટ કરતાં ઓછો ગંભીર
Live TV
-
વિશ્વ આરોગ્ય સંસ્થા-WHO એ જણાવ્યું છે કે, ઝડપથી ફેલાતો ઓમિક્રોન વેરીયન્ટથી ડેલ્ટા વેરીયન્ટ કરતાં ઓછો ગંભીર છે. પરંતુ તેને હળવા વાયરસની શ્રેણીમાં મુકાવો જોઈએ નહીં.
WHOના અધિકારીના જણાવ્યા મુજબ પ્રારંભિક અભ્યાસ દર્શાવે છે કે, ઓમિક્રોનથી દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઓછું છે. તથા યુવાઓ અને વૃદ્ધો બંનેમાં ગંભીર રોગનું જોખમ ઓછું છે. પરંતુ તેને હળવા વાયરસની શ્રેણીમાં ન મૂકાવો જોઈએ.
WHOના ડિરેક્ટર ધેબ્રેસિયસે કહ્યું કે, ઓમિક્રોનના કારણે વિશ્વભરમાં દર્દીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. જેનાથી આરોગ્ય પ્રણાલીઓ ખોરવાય તેવી સ્થિતિ ઉદ્દભવી છે અને સરકારો વાયરસને કાબૂમાં લેવા સંઘર્ષ કરી રહી છે. તેમણે રસીના સમાન વિતરણનો પુનોચ્ચાર કરતા ઉમેર્યું કે, ઘણા દેશોમાં લોકો રસીથી વંચિત રહેવાના કારણે અમુક દેશોમાં બુસ્ટર ડોઝ આપવા છતાં રોગચાળાનો અંત થશે નહીં.
