અઝરબૈઝાન-આર્મીનિયાના રસ્તે ભારતીયોને સુરક્ષિત પરત લાવવાના પ્રયાસ ચાલુ: MEA
Live TV
-
વિદેશમંત્રી એસ.જયશંકરે ઇરાનના વિદેશમંત્રી સાથે શિપિંગ સુરક્ષા અને ભારતની ઊર્જા સહિતના મુદ્દે કરી વાત-ચીત.. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આપી માહિતી..
ભારત અને ઈરાન વચ્ચે તાજેતરમાં કૂટનીતિક સ્તરે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપતાં કહ્યું કે, ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત વિવિધ મુદ્દે ટેલિફોનિક વાતચીત થઈ છે. આ ચર્ચાઓ દરમિયાન મુખ્યત્વે શિપિંગ સુરક્ષા અને ભારતની એનર્જી સિક્યોરિટી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું કે, પશ્ચિમ એશિયામાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને જાળવવા તમામ હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શું કહ્યું ?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, હાલની પરિસ્થિતિમાં વધુ વિગતો આપવી યોગ્ય નહીં ગણાય. ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ ભારત સરકાર માટે મહત્વનો મુદ્દો છે. ઉપલબ્ધ માહિતી મુજબ ઈરાનમાં અંદાજે 9,000 જેટલા ભારતીયો હાલ હાજર છે. તેમને સુરક્ષિત રીતે વતનમાં પરત લાવવા માટે ભારત સરકાર તરફથી પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુજબ, ઈરાનના ત્રણ યુદ્ધજહાજે 28 ફેબ્રુઆરીએ ભારતમાં ડોક કરવાની વિનંતી કરી હતી. તેમાનું એક યુદ્ધજહાજ IRIS Lavan 4 માર્ચે કોચી ખાતે સફળતાપૂર્વક ડોક થઈ ગયું. પાડોશી દેશોને ઊર્જા સહાય અંગે પણ ભારત સક્રિય રીતે વિચારણા કરી રહ્યું છે. ભારત પેટ્રોલિયમ ઉત્પાદનોનો મોટો નિકાસકાર છે અને ખાસ કરીને પડોશી દેશોને ઈંધણ પૂરૂ પાડે છે.
