અમદાવાદના દિનેશ હોલ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરાયું
Live TV
-
કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં રાફેલ સોદાના મહત્વને લઈ ચર્ચા કરાઈ હતી. જેમાં રક્ષામંત્રીએ જણાવ્યુ કે રાફેલને લઈ જનતાના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોનો જવાબ આપવા જરૂરી
અમદાવાદના દિનેશ હોલ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે ભારતીય વિચારમંચ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભારતના રક્ષામંત્રી નિર્મલા સિતારમણની વિશેષ હાજરી રહી હતી. કાર્યક્રમની શરૂઆત પહેલા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં રાફેલ સોદાના મહત્વને લઈ ચર્ચા કરાઈ હતી. જેમાં રક્ષામંત્રીએ જણાવ્યુ કે, રાફેલને લઈ જનતાના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોનો જવાબ આપવા જરૂરી છે. તેમણે રાફેલ સોદાને દેશની સુરક્ષા માટે મહત્વનો ગણાવ્યો હતો. રક્ષામંત્રીએ યુપીએનાં કાર્યકાળમાં સેનાને પૂરતી સુવિધા ન અપાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. યુપીએના કાર્યકાળમાં સરકાર પાસે પૂરતા નાણાં હતા પણ તેનો પૂરતો ઉપયોગ કરાયો ન્હોતો. જ્યારે અત્યારે ભારતીય સેના જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. ત્યારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતી સરકારને મહત્વ આપવું જોઈએ તેવું તેમણે જણાવ્યુ હતુ.
