Skip to main content
Settings Settings for Dark

અમિત શાહ આજે રાજસ્થાનના ચિત્તૌડગઢના નિંબાહેડા અને નાથદ્વારામાં રોડ શો કરશે

Live TV

X
  • ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે રાજસ્થાનના ચિત્તૌડગઢના નિંબાહેડા અને નાથદ્વારામાં રોડ શો કરશે. જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જયપુરના ઝોટવાડામાં રોડ શો અને માલાખેડામાં જનસભા કરવાનો કાર્યક્રમ છે.

    સાથે પક્ષના અન્ય નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં જોડાયેલા છે. બીજી બાજુ કોંગ્રેસ નેતા અને મુખ્યમંત્રી અશોક ગેહલોત જોધપુરના અલગ અલગ વિસ્તારોમાં ચાર ચૂંટણી રેલીઓને સંબોધશે. કોંગ્રેસ નેતા સચિન પાયલોટનો અજમેર, મસુદા અને ઝાલાવાડમાં જનસભા કરવાનો કાર્યક્રમ છે.

    પક્ષના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલા, મોહન પ્રકાશ, સી પી જોશી પણ પક્ષના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. સાથે બસપા, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, સીપીઆઈએમ સહિત અન્ય પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે જુદા જુદા સ્થળોએ જશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply