Skip to main content
Settings Settings for Dark

G20 ડિજિટલ સમિટમાં ઘણા નેતાઓએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ પર ચર્ચા કરી: એસ જયશંકર

Live TV

X
  • વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે G20 ડિજિટલ સમિટમાં ઘણા નેતાઓએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે ચર્ચા કરી અને સમયસર માનવતાવાદી સહાય પૂરી પાડવા, હિંસા ફેલાવવા ન દેવા અને પેલેસ્ટાઈન મુદ્દાનો લાંબા ગાળાનો ઉકેલ શોધવા હાકલ કરી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ડિજિટલી આયોજિત G20 બેઠક વિશે પત્રકારોને માહિતી આપતાં વિદેશ મંત્રીએ કહ્યું કે આફ્રિકન યુનિયન, નવ અતિથિ દેશો અને 11 આંતરરાષ્ટ્રીય સંગઠનો સહિત તમામ 21 સભ્યોએ તેમાં ભાગ લીધો હતો.

    વિદેશ મંત્રી એસ જયશંકરે મીડિયાને જણાવ્યું કે ચર્ચા અર્થપૂર્ણ અને ફાયદાકારક હતી. તેમણે કહ્યું કે તમામ નેતાઓએ G-20ના ભારતના અધ્યક્ષપદના સફળ સંચાલન માટે વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા. યુક્રેન સંઘર્ષ અને તેના પરિણામો પર પણ ચર્ચા કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

    તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને G-20 ની બ્રાઝિલની અધ્યક્ષતા દરમિયાન ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply