Skip to main content
Settings Settings for Dark

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પૂર્ણ

Live TV

X
  • બંને દેશો વચ્ચે સંરક્ષણ કરાર પર મહોર- ભારત અમેરિકા પાસેથી ખરીદશે 3 બિલિયન ડૉલરના હથિયાર. બન્ને દેશોએ સાથે મળી આતંકવાદ વિરુદ્ધ લડવાનો કર્યો નિશ્ચય-માનસિક સ્વાસ્થ્ય અને મેડિકલ ઉત્પાદકોની સુરક્ષા મામલે પણ થયા કરાર.

    ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભોજન સમારંભમાં ભાગ લઇને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો કાફલો અમેરિકા માટે રવાના થયો હતો. આ અગાઉ ભારત અને અમેરિકા વચ્ચે ત્રણ અબજ ડોલરથી વધુ કિંમતના સંરક્ષણ સોદા માટે સમજૂતી કરાર થયા હતા. હૈદરાબાદ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં બંને દેશોના પ્રતિનિધિમંડળોની બેઠકમાં ભારત-અમેરિકાના બહુઆયામી સંબંધો પર વિસ્તૃત ચર્ચા થઇ હતી. આ વાતચીતમાં બંને દેશોએ સંરક્ષણ, આતંકવાદથી લઇ , વેપારના કેટલાંય મુદ્દા પર સહમતિ વ્યક્ત કરી હતી. 

    ભારત અને અમેરિકા વચ્ચે ત્રણ અબજ ડોલરથી વધુ કિંમતની સંરક્ષણ ડીલ કરવા પર સમજૂતી કરાર થયા છે. હૈદરાબાદ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં બંને દેશોના પ્રતિનિધિમંડળોની થયેલી મીટિંગમાં ભારત-અમેરિકાના બહુઆયામી સંબંધો પર વિસ્તારથી ચર્ચા થઇ હતી. આ વાતચીતમાં બંને દેશોએ સંરક્ષણ, આતંકવાદથી લઇ વેપારના કેટલાંય મુદ્દા પર સહમતિ વ્યક્ત કરી હતી.

    ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયોની મહેમાનગતિના વખાણ કર્યા હતા..તેમજ તેમણે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંબંધ અત્યારે સૌથી મજબૂત છે. ટ્રમ્પે ભારતની સાથે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદથી લડવા માટે પ્રતિબધ્ધતા દર્શાવી હતી. આ સાથે પાકિસ્તાનને જણાવ્યું હતું કે, તે તેમના જમીન પર થતી આતંકવાદી પ્રવૃતિઓને ખતમ કરે.દ્વિપક્ષીય વાર્તા બાદ સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમેરિકા અને ભારત વચ્ચે સંબંધ માત્ર બે સરકારો વચ્ચે નથી..પરંતુ વૈશ્વિક સ્તર પર ભારત અને અમેરિકાનો સહયોગ આપણા સમાન લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકાની ખાસ દોસ્તીનો સૌથી મહત્વનો પાયો જનસંપર્ક પર આધારિત છે. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોનું સૌથી મોટું યોગદાન રહ્યું છે.આ સાથે પીએમએ કહ્યું કે, બંને દેશોની વચ્ચે સંરક્ષણ સહયોગ મહત્વપૂર્ણ છે.. તેમજ બંને દેશોએ આતંકવાદને નાથવાના પ્રયાસો તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો છે.  હૈદરાબાદ હાઉસ ખાતે બંને દેશના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ક્ષેત્રે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા..જેમાં સંરક્ષણ, માનસિક સ્વાસ્થ્ય અને મેડિકલ ઉત્પાદનનો સમાવેશ થાય છે.તેમજ બંને દેશોએ આર્થિક ક્ષેત્રમાં સમતુલિત વેપાર માટે સહમતિ દર્શાવી હતી.

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની ભારત યાત્રા પર આવ્યા હતા. પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોડ શો કર્યો હતો. અને પછી સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખાસ રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply