અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો
Live TV
-
અયોધ્યાના ઐતિહાસિક જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનવણી પૂર્ણ થઈ ગઈ છે, ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની બંધારણીય બેચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો
CJI આગામી મહિનાની 18મી નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યાં છે, તેવામાં તેના પહેલાં આ ઐતિહાસિક મામલે નિર્ણય આવી શકે છે. અયોધ્યા મામલે નિયમિત સુનવણી નક્કી થયા બાદ 40 દિવસ સુધી હિંદૂ અને મુસ્લિમ પક્ષોએ પોતપોતાની દલીલો રાખી. હવે સુપ્રીમ કોર્ટે લેખિત એફિડેવિટ, મોલ્ડિંગ ઓફ રિલીફને લેખિતમાં જમા કરાવવા માટે 3 દિવસનો સમય આપ્યો છે.
બીજી બાજુ ચિફ જસ્ટિસ રંજન ગોગોઈએ અયોધ્યા કેસની સુનાવણી વિશે અંતિમ ડેડ લાઈન આપી દીધી હતી. જસ્ટિસે કહ્યું હતું આજે પાંચ વાગ્યા પછી આ કેસ વિશે અન્ય કોઈ દલીલ સાંભળવામાં આવશે નહીં. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે, તેઓ હવે આ કેસમાં કોઈ વચગાળાની અરજી પણ સ્વીકારશે નહીં.
