આગામી ચાર દિવસો સુધી ઉત્તરાખંડ, બિહાર, સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના
Live TV
-
હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસો સુધી ઉત્તરાખંડ, બિહાર, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી ત્રણ દિવસો દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે દેશના અન્ય હિસ્સાઓમાં ઓછો વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી ચાર દિવસો દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં છેલ્લા બે દિવસમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. ડુંગરાળ વિસ્તારોમાં આવેલા ગામડાઓને જોડતા 150થી વધુ ગ્રામીણ રસ્તાઓ ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ રસ્તાઓ પર વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે.
