Skip to main content
Settings Settings for Dark

નરેન્દ્ર મોદી સરકારે કેટલાક ઐતિહાસિક નિર્ણયો લીધા, વંશવાદ અને ભ્રષ્ટાચારને સમાપ્ત કર્યુ: ગૃહમંત્રી અમિત શાહ

Live TV

X
  • ‘છેલ્લા 9 વર્ષમાં આતંકવાદની ઘટનાઓમાં 68 ટકા ઘટાડો નોંધાયેલ છે’

    લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના બીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે ભાગ લીધો હતો. અમિત શાહે કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી સરકારે કેટલાક ઐતિહાસિક નિર્ણયો લીધા છે અને વંશવાદ અને ભ્રષ્ટાચારને સમાપ્ત કર્યુ છે. UPA નું ચરિત્ર સત્તા બચાવી રાખવાનો છે, તો NDA સિદ્ધાંતોના રક્ષણ માટે લડે છે. મોદી સરકારની સામે અવિશ્વાસ પ્રસ્તાવ રાજકારણથી પ્રેરિત છે. જનતા અને સંસદનો સરકાર પર પુરો વિશ્વાસ છે. સરકારે કાશ્મીરમાં આતંકવાદથી મુક્ત કરવા માટે સતત કામ કર્યું છે, છેલ્લા 9 વર્ષમાં આતંકવાદની ઘટનાઓમાં 68 ટકા ઘટાડો નોંધાયેલ છે’.

    ગૃહમંત્રીએ પૂર્વોત્તર બાબતે અગાઉની સરકાર પર આરોપ મુકતા જણાવ્યું છે કે, ‘અગાઉની સરકારે આ ક્ષેત્ર માટે કોઈ કામ કર્યું નથી, જ્યારે પ્રધાનમંત્રી મોદીએ વિકાસ પર ભાર આપ્યો અને ક્ષેત્રને મુખ્ય ધારામાં લાવવાની સફળતા મેળવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષમાં  50થી વધુ વાર પૂર્વોત્તરની મુલાકાત લીધી છે.’

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply