સંસદમાં બે દિવસથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આપશે જવાબ
Live TV
-
વિપક્ષની તરફથી લવાયેલા અવિશ્વાસના પ્રસ્તાવનો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે જવાબ.
સંસદના ચોમાસુ સત્રમાં અત્યારસુધી હંગામો થયો છે. સંસદનું ચોમાસુ સત્ર તેના અંતિમ પડાવની નજીક છે. આજનો દિવસ ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પૂર્ણ થશે અને બપોર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચાનો જવાબ આપશે. જેના પર તમામ લોકો અને સાંસદોની નજર રહેશે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર છેલ્લા બે દિવસથી ચર્ચા થઈ રહી છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કોંગ્રેસ વતી ગૌરવ ગોગોઈએ કરી હતી. ચોમાસુ સત્રમાં આજે કેટલાક મહત્વના કાર્યો ચાલુ છે. રાજ્યસભામાં આજે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની મુદત બિલ, 2023 રજૂ કરવામાં આવશે. આ સાથે ગૃહમાં ફાર્મસી સુધારણા બિલ 2023 રજૂ કરવામાં આવશે, રદબાતલ અને સુધારા વિધેયક બિલ 2023 પર ચર્ચા કરીને પસાર કરવા પ્રસ્તાવના કરવામાં આવશે.
