Skip to main content
Settings Settings for Dark

આગામી માર્ચ મહિનાના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે

Live TV

X
  • આગામી માર્ચ મહિનાના અંતમાં પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, પુંડુચેરી અને અસમમાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે.

    આગામી માર્ચ મહિનાના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ચિફ ઇલેક્શન કમિશનર સુનિલ અરોડાએ વિધાનસભા ચૂંટણીના મતદાન અને મતગણતરી અંગે પત્રકાર પરિષદ યોજી હતી. પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, પુંડુચેરી અને અસમમાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે. ચિફ ઇલેક્શન કમિશનર સુનિલ અરોડાએ જણાવ્યુ હતુ કે,, કેરળ, તમિલનાડુ અને પુંડુચેરીમાં એક જ તબક્કામાં મતદાન હાથ ધરાશે. આ સિવાય અસમમાં ત્રણ અને પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં વોટિંગ કરાશે. કેરળ, તમિલનાડુ અને પુંડુચેરીમાં 6 એપ્રિલના રોજ મતદાન કરાશે. તો અસમમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચ, બીજા તબક્કાનું મતદાન 1લી એપ્રિલ અને ત્રીજા તબક્કા માટે 6 એપ્રિલના રોજ વોટિંગ કરાશે. પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે પ્રથમ તબક્કો, 1લી એપ્રિલે બીજો તબક્કો, 6 એપ્રિલે ત્રીજો તબક્કો, 10 એપ્રિલે ચોથા તબક્કાનું, 17 એપ્રિલે પાંચમા તબક્કાનું, 22 એપ્રિલે છઠ્ઠા તબક્કાનું, સાતમાં તબક્કાનું મતદાન 26 એપ્રિલે અને આઠમા તબક્કાનું વોટિંગ 29 એપ્રિલના રોજ હાથ ધરાશે. તમામ રાજ્યોમાં બીજી મેના રોજ મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત કેરળની મલ્લાપુરમ અને કન્યાકુમારીની લોકસભાની પેટા ચૂંટણી પણ 6 એપ્રિલના રોજ યોજવામાં આવશે. કોરોનાનાની મહામારી વચ્ચે કોવિડ-19ની ગાઇડલાઇંસનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply