Skip to main content
Settings Settings for Dark

દેશના પાંચ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશમાં માર્ચ મહિનામાં યોજાશે વિધાનસભા ચૂંટણી

Live TV

X
  • ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં ચૂંટણીની જાહેરાત કરી. કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં 6 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન જ્યારે આસામમાં ત્રણ અને પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 26 એપ્રિલ સુધી વિવિધ આઠ તબક્કામાં મતદાન થશે.

    આગામી માર્ચ મહિનાના અંતમાં 5 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચીફ ઇલેકશન કમિશનર સુનિલ અરોડાએ તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીના મતદાન અને મતગણતરી અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમને 5 રાજ્યો પશ્ચિમ બંગાળ,  કેરળ,  તમિલનાડુ,  પુડુચેરી અને અસમમાં વિધાનસભાની ચૂંટણી તેમજ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.
    તેમણે જણાવ્યુ હતુ કે, 5 રાજ્યો પૈકી કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં મતદાન હાથ ધરાશે જયારે આસામમાં 3 અને પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણીની તારીખો જાહેર કરતા તેમને જણાવ્યું હતું કે, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં 6 એપ્રિલના રોજ મતદાન યોજાશે અને આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચ, બીજા તબક્કાનું મતદાન 1 લી એપ્રિલ અને ત્રીજા તબક્કાનું મતદાન 6 એપ્રિલના રોજ યોજાશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 27 માર્ચના રોજ પ્રથમ તબક્કાનું, 1લી એપ્રિલના રોજ બીજા તબક્કાનું, 6 એપ્રિલના રોજ ત્રીજા તબ્બકાનું, 10 એપ્રિલના રોજ ચોથા તબક્કાનું, 17 એપ્રિલના રોજ પાંચમા તબક્કાનું, 22 એપ્રિલના રોજ છઠ્ઠા તબક્કાનું, 26 એપ્રિલના રોજ સાતમાં તબક્કાનું અને અંતિમ તબક્કાનું વોટિંગ 29 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
    વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ તમામ રાજ્યોમાં તારીખ 02-05-2021ના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કેરળની મલ્લાપુરમ અને કન્યાકુમારીની લોકસભાની પેટા ચૂંટણી પણ 6 એપ્રિલના રોજ યોજવામાં આવશે. સાથે જ કોરોના મહામારીને ધ્યાને લેતા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોવિડ-19ની ગાઇડલાઇંસનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેવું જાણવામાં આવ્યું હતું. ઈલેક્શન કમિશ્નરે કહ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં સામેલ તમામ કર્મચારીઓનું રસીકરણ કરવામાં આવશે તેમજ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મતદાન મથકો પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply