Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે "ધ ઈન્ડિયા ટોય ફેર 2021"નું ઉદ્ધાટન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે  "ધ ઇન્ડિયા ટોય ફેર- 2021" નુ ઉદ્ધાટન કરશે. 4 દિવસનાં આ ટોય ફેરના આયોજનનો હેતુ, રમકડાની ખરીદી કરનારાઓ, રમકડા વેચનારાઓ, વીદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત તમામ લાભાર્થીઓને એક મંચ આપવાનો છે. ભારતમાં ડિજિટલ રમકડાનો આ પહેલો ફેર યોજવા જઈ રહ્યો છે જે ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં એક હજારથી વધુ પ્રદર્શકોનાં જુદા-જુદા પ્રકારનાં રમકડાની જાણકારી મેળવવા અને ખરીદવાનો અવસર આપશે અને સાથે જ જ્ઞાનવર્ધક વેબિનારમાં ચર્ચા અને પ્રવૃત્તિઓ પણ આ ફેરમાં થશે. જેમાં પરંપરાગત ભારતીય રમકડાંની સાથે ઈલેક્ટ્રોનિક રમકડાં, ગેમ્સ સહિત આધુનિક રમકડાં પણ દર્શાવવામાં આવશે. રમકડાં મેળામાં રમકડાની ડિઝાઈન અને ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રસિધ્ધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ પણ વિચાર વિમર્શ કરશે. બાળકો માટે આ મેળો પારંપારિક રમકડા બનાવવા માટેનું કૌશલ્ય પ્રદર્શન, રમકડા મ્યુઝિયમ અને ફેક્ટરીઓની વરચ્યુઅલ મુલાકાત સહિત અનેક ગતિવિધિઓમાં ભાગ લેવાનો મોકો મળશે. આ વર્ચ્યુઅલ ફેર તારીખ 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, આ પ્રકારના પ્રયાસોથી રમકડા ઉદ્યોગના વિકાસને વેગ મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply