ડિસેમ્બરનાં ત્રીમાસિક સમયગાળાના જીડીપીમાં જોવા મળ્યો 0.4 ટકાનો વધારો
Live TV
-
જીડીપી અંગે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગત ડિસેમ્બરનાં ત્રીમાસિક સમયગાળામાં દેશના જીડીપીમાં 0.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. આથી એવું કહી શકાય કે, ભારતીય અર્થવ્યવસ્થા ઝડપભેર મંદીનાં સમયગાળામાંથી બહાર નિકળી રહી છે. અર્થશાસ્ત્રના વિશેષજ્ઞો તેને 'વી શેપ રિકવરી' કહી રહ્યા છે. જીડીપીનાં ડિસેમ્બર મહિનાનાં ત્રિમાસીક સમયગાળાનાં આવેલા આ આંકડા ખુબજ મહત્વપૂર્ણ છે. કારણ કે વર્ષ 2020-21 માં જીડીપીમાં અંદાજે 8 ટકાના ઘટાડાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે જૂન ત્રિમાસીકનાં આંકડાઓ અને પરિણામો ભારતીય અર્થવ્યવ્થા માટે સંતોષજનક ન હતા જેનું સૌથી મોટુ કારણ કોવિડના વિરૂધ્ધમાં સરકાર દ્વારા લેવાયેલા કડક પગલાંઓ છે.
