પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે "ધ ઈન્ડિયા ટોય ફેર 2021"નો પ્રારંભ કરાવ્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી દેશનાં પહેલા 'ધ ઇન્ડિયા ટોય ફેર-2021' નું ઉદ્ધાટન કર્યુ હતુ. 4 દિવસનાં આ ટોય ફેરના આયોજનનો હેતુ, રમકડાની ખરીદી કરનાર, રમકડા વેચનાર, વીદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત તમામ લાભાર્થીઓને એક મંચ આપવાનો છે. આ રમકડાના મેળામાં ભારતનાં 1 હજારથી વધુ પ્રદર્શકોનાં રમકડાની માહિતી મેળવવા અને ખરીદવાનો અવસર આપશે. આની સાથે જ્ઞાનવર્ધક વેબિનારમાં ચર્ચાઓ અને ગતિવિધિઓ પણ થશે. આ ટોય ફેરનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યુ હતુ કે, સરકાર અને ઉદ્યોગો સાથે મળીને, આ ક્ષેત્રમાં એકસાથે કામ કરી રહ્યા છે. રમકડા એ બાળકોનાં જીવનનો ભાગ બની જાય છે. પ્રધાનમંત્રીએ અલગ અલગ રાજ્યોનાં રમકડા બનાવનાર કારીગરો સાથે પણ સંવાદ કર્યો હતો અને કહ્યુ હતુ કે આ ક્ષેત્રમાં જે મદદની જરૂર હશે તે આપવામાં આવશે.
