Skip to main content
Settings Settings for Dark

ગૃહ મંત્રાલયે નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી માટેની માર્ગદર્શિકા યથાવત રાખવાનો નિર્ણય કર્યો

Live TV

X
  • રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ વિવિધ પ્રવૃત્તિઓ અને કેન્દ્રિત નિયંત્રણ માટેનાં પગલાં લેવા માર્ગદર્શિકાનો અમલ કરવો પડશે

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (એમએચએ) આજે નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી માટેની અગાઉની માર્ગદર્શિકાને 31.03.2021 સુધી લંબાવવા માટે હુકમ જાહેર કર્યો હતો. જ્યારે સક્રિય અને નવા કોવિડ-19 કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રોગચાળાને સંપૂર્ણપણે દૂર કરવા માટે નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી જાળવવાની જરૂર છે. રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને પણ લક્ષ્ય વસ્તીના રસીકરણને વેગ આપવા સલાહ આપવામાં આવી છે જેથી સંક્રમણની સાંકળ તોડી શકાય અને મહામારીને દૂર કરી શકાય.
    આ માર્ગદર્શિકા મુજબ, નિયંત્રણ ઝોનને કાળજીપૂર્વક રેખાંકિત કરવાની કામગીરી જાળવી રાખવામાં આવશે, આ પ્રકારના ઝોનની અંદર નિયંત્રણ માટે સૂચિત પગલાનું કડકપણે પાલન કરાવવામાં આવશે, કોવિડને નિયંત્રણમાં જાળવવા અનુરૂપ અભિગમને પ્રોત્સાહન આપવામાં આવશે, આ પ્રકારની વર્તણૂંકનું કડકપણ પાલન થશે તેમજ મંજુર કરેલ વિવિધ પ્રવૃત્તિઓના સંબંધમાં માનક કાર્યકારી પ્રક્રિયાઓ (એસઓપી)નું પાલન થશે.
    એટલે 27-01-2021ના રોજ જાહેર કરેલી માર્ગદર્શિકામાં વર્ણવેલ માર્ગદર્શિકા/એસઓપીનું પાલન કરાવવા, કોવિડ કેસ પર નજર રાખવા અને નિયંત્રણમાં લેવાના અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તથા આ માર્ગદર્શિકા/એસઓપીનો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલ કરવો પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply