Skip to main content
Settings Settings for Dark

આગામી 1 નવેમ્બરથી દેશભરમાં ટ્રેનની જનરલ ટિકિટ ઓનલાઈન મળશે

Live TV

X
  • રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી આ માહિતી પોસ્ટ કરી

    આગામી 1 નવેમ્બરથી દેશભરમાં રેલવેની અનારક્ષિત ટિકિટો ઓનલાઈ બુકિંગ કરી શકાશે..એટલે કે હવે આ સેવાને લીધે રેલવે મુસાફરોને ટિકિટના કાઉન્ટર પર લાંબી લાઈનોમાં ઉભા રહેવાથી મુક્તિ મળી જશે..આ ટિકિટ UTS મોબાઈલ એપના માધ્યમથી ખરીદી શકાશે જેથી સમયની મોટી બચત થશે..30 ઓક્ટોબર સુધીમાં રેલવેના તમામ ડિવિઝનમાં આ સુવિધા શરૂ કરા દેવામાં આવશે..દિવાળીમાં રેલવે સ્ટેશનો પર ટિકિટ બારીમાં ખૂબ મોટી કતારો જોવા મળતી હોય છે ત્યારે આ સેવાને કારણે દિવાળી પહેલા જ મુસાફરો યુટીએસ ઓન મોબાઈલ પર પ્લેટફોર્મ, જનરલ ટિકિટ, માસિક પાસ વગેરે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે..હાલમાં સાડા ચાર લાખ મુસાફરો પ્રતિદિવસ ઓનલાઈન જનરલ ટિકિટ બુક કરાવી રહ્યા છે..

    કેવી રીતે બુક કરાવવી ટિકિટ?
    મુસાફરે ટિકિટ બુક કરાવવા માટે એક વાર રજીસ્ટ્રેશન અને લોગ ઈન કરાવુ પડશે..એક પીએનઆર પર વધુમાં વધુ ચાર મુસાફરો સફર કરી શકશે..કયા સ્ટેશનેથી જવાનુ અને કયા સ્ટેશને ઉતરવાનું છે તે સંબંધિત જીપીએસ સંદેશ ટિકિટ બુક કર્યા પછી તમને મળી જશે..ટિકિટના પૈસાની ચુકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ વગેરે દ્વારા કરી શકાશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply