ફટાકડાનું વેચાણ અને ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાડવાનો SCનો સ્પષ્ટ ઈન્કાર
Live TV
-
દિવાળીમાં રાત્રે 8થી 10 જ્યારે ક્રિસમસ અને નવા વર્ષમાં રાત્રે 11.55થી રાત્રે 12.30 સુધી ફટાકડા ફોડવાની પરવાનગી
સુપ્રિમ કોર્ટે ફટાકડાનું વેચાણ અને ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાડવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. અદાલતે કડક શરતો સાથે ફટાકડા ફોડવાની પરવાનગી આપી છે. અદાલતે આપેલા ચુકાદામાં જણાવ્યું છે કે, દિવાળીમાં રાત્રે 8થી 10 જ્યારે ક્રિસમસ અને નવા વર્ષમાં રાત્રે 11.55થી રાત્રે 12.30 સુધી ફટાકડા ફોડવાની પરવાનગી છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નિર્દેશ આપી ઓછા પ્રદૂષણવાળા ફટાકડા ફોડવાની પરવાનગી આપી છે. આ નિર્દેશ તમામ તહેવારો અને લગ્ન જેવા પ્રસંગો ઉપર લાગુ રહેશે. સાથે સાથે અદાલતે કહ્યું છે કે, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાનીમાં સામુહદાયીક રીતે ફટાકડા ફોડવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. દિલ્હી-NCR પ્રદૂષણ બોર્ડ એક સપ્તાહમાં વિસ્તારની ઓળખ કરશે. સાથે સાથે લાયસન્સવાળા લોકો જ ફટાકડાનું વેચાણ કરી શકશે. અદાલતે ઓનલાઈન ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.
