આજથી ઉત્તર અરબી સમુદ્રમાં 4 દિવસના માલાબાર યુદ્ધાભ્યાસ 2020ના બીજા તબક્કાની શરૂઆત
Live TV
-
આજથી ક્વાડ દેશોના નૌકાદળના યુદ્ધ અભ્યાસ માલાબાર 2020નો પ્રારંભ થશે. અરબી સમુદ્રમાં યોજાતા આ અભ્યાસનો બીજો તબક્કો 20 નવેમ્બર સુધી ચાલશે. જેમાં ભારતીય નૌકાદળનું એરક્રાફ્ટ કેરિયર I.N.S. વિક્રમાદિત્ય અને અમેરિકી નેવીનું એરક્રાફ્ટ કેરિયર U.S.S. નિમિત્ઝ ભાગ લેશે. I.N.S. વિક્રમાદિત્ય અને U.S.S. નિમિત્ઝ પર મીગ 29 અને એફ 18 ફાઈટરની સાથે યુદ્ધ અભ્યાસ કરવામાં આવશે. બીજા તબક્કાના અભ્યાસમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના નૌકાદળ ,ભાગ લઈ રહ્યા છે. આ અભ્યાસનો પહેલો તબક્કો બંગાળની ખાડીમાં ગઈ 3 થી 6 નવેમ્બર દરમિયાન યોજાયો હતો
