Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 12મા બ્રિક્સ સંમેલનમાં લેશે ભાગ

Live TV

X
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 12મા  BRICS શિખર સંમેલનમાં ભાગ લેશે. આ વખતે સંમેલન વર્ચ્યૂઅલ માધ્યમથી યોજાશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વખતે સંમેલનની થીમ ''વૈશ્વિક સ્થિરતા પરસ્પર સુરક્ષા અભિનવ વિકાસ'' પર આધારિત હશે. મહત્ત્વપૂર્ણ છે કે બ્રિક્સ દેશોના સંગઠનમાં પાંચ દેશ ઝડપથી ઊભરી રહેલી અર્થવ્યવસ્થાવાળા દેશો છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. મંત્રાલયે ઉમેર્યું કે 12મા શિખર સંમેલનમાં સભ્ય દેશના નેતાઓ વૈશ્વિક પરિદ્રશ્યના મુખ્ય મુદ્દાઓ તેમજ પરસ્પર સહયોગ પર ચર્ચા કરશે. જેમાં કોવિડ મહામારીના પ્રકોપને ઘટાડવાના ઉપાયો અને આંતકવાદ વિરૂદ્ધની લડાઈમાં સહયોગ વેપાર અને આરોગ્ય સહિત ઉર્જા ક્ષેત્રેમાં આદાન-પ્રદાન જેવા વિષયો પર પણ ચર્ચા કરાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply