Skip to main content
Settings Settings for Dark

આજથી બે દિવસ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે

Live TV

X
  • સોમવારે અમદાવાદના આરએેફના સ્થાપના દિવસ સમારોહમાં આપશે હાજરી

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે..આજે રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોચશે..ગુજરાતમાં છે બેઠકો માટે પેટાચૂંટણી આવી રહી છે..ત્યારે કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે..સોમવારે ભાજપના ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરશે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી પણ શક્યતા છે..સોમવારે સવારે તેઓ અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પરના રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ના 27મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ સાબરમતી ધારાસભ્ય અરવિંદ પટેલના કાર્યાલયના ઉદ્ઘાટન માટે વાડજ વિસ્તારમાં યોજાનારા સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ પોતાના વતન માણસામાં નવરાત્રિ ઉત્સવ નિમિત્તે દરવર્ષની માફક આરતી માટે સપરિવાર જશે. આ દરમિયાન તેઓ રાજકીય બેઠકો પણ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply