Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યાં

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં રવિવારે ચોથા 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા લોકો સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં દિવાળીના તહેવારની શુભેચ્છા આપી દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવા દરમ્યાન બીજાની સમસ્યાનો વિચાર કરવા અપીલ કરી હતી. 

    તેમણે કહ્યું કે, આ બીજી ઑક્ટોબરે તમામ દેશવાસીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ દેશવ્યાપી અભિયાનનો ભાગ બને. જો કે તેમણે ગત્ ણન કી બાત કાર્યક્રમમાં પણ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવા માટે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ લેવા આહ્વાહન કર્યું હતું. 

    પ્રધાનમંત્રીએ મન કી બાતમાં કરેલ સંવાદઃ 

    - મારા પ્રિય દેશવાસીઓ, નવરાત્રીની સાથે આજથી તહેવારોનું વાતાવરણ ફરી એકવાર નવા ઉત્સાહ, નવી શક્તિ, નવા ઉત્સાહ, નવા સંકલ્પથી ભરાશે.

    - આ તહેવારોનો વાસ્તવિક આનંદ ત્યારે જ મળે છે જ્યારે આ અંધકાર દૂર થાય અને પ્રકાશ ફેલાય. જ્યાં સુખનો અભાવ ત્યાં પણ આપણે ખુશીઓ વહેંચીએ છીએ. આ તહેવારોમાં આપણે ઘણા ગરીબ પરિવારોના ચહેરા પર સ્મિત લાવવા કામ કરીએ.

    - આ તહેવારોમાં પરિવારના બધા સભ્યો સાથે રહેશે, ઘરોમાં ખુશીઓથી ભરેલુ રહેશે પરંતુ આપણી આસપાસ ઘણા લોકો છે જેઓ આ તહેવારોની ખુશીઓથી વંચિત છે. આને દીવા તળે અંધારૂ કહેવાય છે.

    - દીકરીઓને આપણી સંસ્કૃતિમાં લક્ષ્મી માનવામાં આવે છે કારણ કે પુત્રીઓ સારૂ નસીબ અને સમૃદ્ધિ લાવે છે. શું આપણે આ વખતે આપણા સમાજમાં, ગામડા, શહેરોમાં દીકરીઓનાં આદરનાં કાર્યક્રમો રાખી શકીએ

    - આપણી વચ્ચે એવી ઘણી દીકરીઓ હશે જે કુટુંબ, સમાજ, દેશનું નામ પ્રતિભા અને મહેનતથી રોશન કરી રહી છે. આ દિવાળીમાં આપણે ભારતની આ લક્ષ્મીનું સન્માન કરવા માટે કોઈ કાર્યક્રમ કરી શકીએ?

    - પીએમ મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં રશિયન ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવનો ઉલ્લેખ કરવા બદલ તેમની પ્રશંસા કરી. પીએમએ કહ્યું કે મેચમાં હાર બાદ પણ તેમની હિંમત પ્રશંસનીય છે. જીવનમાં જીત અને હારનો વાંધો નથી. મેદવેદેવની હિંમતે વિશ્વનું હૃદય જીતી લીધુ.

    - આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્ચક્તિમાં યોગ્યતા અને વિનમ્રતા એકસાથે સમાવિષ્ટ થઈ જાય તો તે પછી કોઈનું હૃદય નથી જીતી શકતુ..
    - પીએમ મોદીએ તમાકુનો ઉલ્લેખ કરતા લોકોને તમાકુના વ્યસનથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું - તમાકુ ઘણા જીવલેણ રોગોનું કારણ બને છે.

    - ઇ-સિગારેટ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. અમે તાજેતરમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂક્યો છે. આપણે નશો કરવાની આ નવી રીતથી દૂર રહેવાની જરૂર છે.
    - લોકોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સલાહ આપતા પીએમ મોદીએ દેશવાસીઓને 2 ઓક્ટોબરના રોજ સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામે દેશવ્યાપી અભિયાનનો ભાગ બનવા વિનંતી કરી.

    - પીએમ મોદીએ સિસ્ટર મેરીયમ થ્રેસિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે 50 વર્ષના ટૂંકા જીવનકાળમાં માનવતાના ભલા માટે જે કામ કર્યું તે આખા વિશ્વ માટે એક ઉદાહરણ છે. પોપ ફ્રાન્સિસ 13 ઓક્ટોબરે મેરી થ્રેસિયા સંત જાહેર કરશે. ખ્રિસ્તી ભાઈ-બહેનોને ખૂબ ખૂબ અભિનંદન.

    - સ્વચ્છતા અભિયાન ચલાવતા યુવા રિપુદમન સાથે મન કી બાત સાથે વાત કરતા, પીએમ મોદીએ તેમની પહેલ બદલ અભિનંદન પાઠવ્યા. આ સાથે રમત મંત્રાલયે 2 ઓક્ટોબરે આ પહેલ આગળ ધપાવવાની ખાતરી પણ આપી હતી.

    - મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાત કાર્યક્રમ થકી મેં પહેલા પણ કહ્યું હતું કે, મને ઘણા જાણીતા-અજાણ્યા લોકો સાથે પ્રત્યક્ષ-પરોક્ષ સંવાદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ગત્ દિવસોમાં દૂર અરુણાચલથી એક વિદ્યાર્થીએ મને અત્યંત રસપ્રદ પત્ર મોકલ્યો છે. જે હું આપના સમક્ષ વાંચી રહ્યો છું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply