આજના દિવસે ભારતીય રેલવેએ બોમ્બેથી થાણે વચ્ચે પ્રથમ ટ્રેન શરૂ કરી હતી
Live TV
-
આજે 16 એપ્રિલ 2023 (16 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતીય રેલવે પરિવહન દિવસ છે. દેશમાં 1853માં પહેલીવાર મુંબઇથી થાણા વચ્ચે પેસેન્જર ટ્રેન ડેક્કન ક્વીન દોડાવવામાં આવી હતી. આજે રેલવેને ભારતની જીવાદોરી પણ કહેવામાં આવે છે અને વિશ્વનું સૌથી મોટુ રેલવે નેટવર્ક ધરાવતો દેશ છે. આજે ભારતીય ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ સરિતા મોર અને મિસ યુનિવર્સ – ફિલ્મ એક્ટ્રેસ લારા દત્તાનો (Lara Dutta Bhupathi) બર્થ ડે પણ છે. જાણો ઇતિહાસની તારીખમાં (16 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
16 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ
1853 – ભારતીય રેલવે પરિવહન દિવસ. ભારતમાં પહેલીવાર ટ્રેનની શરૂઆત થઇ.
ભારતીય રેલવે પરિવહન દિવસ
16 એપ્રિલ 1853ના રોજ ભારતમાં પહેલીવાર ટ્રેનની શરૂઆત થઇ હતી અને આથી આ તારીકે દેશમાં ભારતીય રેલવે પરિવહન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રેલવેને ભારતની જીવદોરી ગણવામાં આવે છે અને વિશ્વની સૌથી લાંબી અને જટિલ ટ્રેન વ્યવસ્થા ભારતમાં છે. ભારતની પહેલી ટ્રેન મુંબઇ અને થાણે વચ્ચે દોડાઇ હતી. આ ટ્રેનને 34 કિમીનું અંતર કાપતા સવા કલાકનો સમય લાગ્યો હતો અને તેમાં 400 અંગ્રેજ મુસાફરો હતો. આ ટ્રેનનું નામ ડેક્કન ક્વીન હતું તેમાં 3 એન્જિન અને 14 કોચ હતા.
