Skip to main content
Settings Settings for Dark

ભારત ડાયાબીટીસ સંશોધનના ક્ષેત્રે દુનિયાની આગેવાની લેવા તૈયાર: વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી

Live TV

X
  • વિજ્ઞાન અને ટેકનોલોજીમંત્રી ડૉકટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, ભારત ડાયાબીટીસ સંશોધનના ક્ષેત્રે દુનિયાની આગેવાની લેવા તૈયાર છે. ગઈકાલથી નવી દીલ્હીમાં શરૂ થયેલી વિશ્વ ડાયાબીટીસ મહાબેઠકનું ઉદઘાટન કર્યા પછી ઉદબોધનમાં ડોકટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ભારતમાં તમામ પ્રકારના અને તમામ તબક્કાના ડાયાબીટીસના દર્દીઓની વિશાળ સંખ્યા છે છતાં તેના કારણે થતા મૃત્યુનું પ્રમાણ બહુ ઓછું છે. ડૉકટર સિંહ ખુદ એક ડાયાબીટીસ નિષ્ણાત તબીબ છે. તેમણે દેશમાં આરોગ્ય સેવાની ઉચ્ચ પ્રાથમિકતા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

    મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની દરમ્યાનગીરીના કારણે જ ભારત કોરોના મહામારીને બે વર્ષમાં સફળતાપૂર્વક અંકુશમાં લઇ શક્યું. એટલું જ નહિં તેની રસી તૈયાર કરવામાં અને અન્ય દેશોને પૂરી પાડવામાં પણ ભારત સફળ રહ્યું છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply