Skip to main content
Settings Settings for Dark

દિલ્હી આબકારી નીતિમાં કથિત કૌભાંડ મામલે દિલ્હીનાં મુખ્યમંત્રીની આજે CBI કરી રહી છે પુછપરછ

Live TV

X
  • દિલ્હી આબકારી નીતિમાં કથિત કૌભાંડ મામલે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે CBI પુછપરછ કરી રહી છે. દિલ્હી પોલીસે CBI ઓફિસ આસપાસ કલમ 144 લગાવી દિધી છે. જ્યારે ધરણા પ્રદર્શન કરનાર સામે પણ કડક કાર્યવાહી કરાશે.

    આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કથિત એક્સાઈઝ કૌભાંડ મામલે સીબીઆઈ ઓફિસ પર પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે  CBI ઓફિસની આસપાસ કલમ 144 લાગૂ કરી દીધી છે. અને કોઈપણ વ્યકિતને ધરણાં પ્રદર્શન કરવાની પરવાનગી અપાશે નહીં. દિલ્હી પોલીસે ધરણાં કરનાર લોકો સામે આકરા પગલાં લેવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ કેજરીવાલે પોતાને કટ્ટર ઈમાનદાર વ્યક્તિ ગણાવ્યા હતા.

    દિલ્હી આબકારી નીતિમાં કથિત કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નવી દિલ્હીમાં સીબીઆઈના વડામથકમાં પૂછપરછ ચાલી રહી છે. કેજરીવાલ સવારે 11 વાગ્યે સીબીઆઈ સમક્ષ હાજર થયા તે પહેલા તેમણે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

    સીબીઆઈએ 2021-22 માટે રદ કરાયેલી દિલ્હી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં પૂછપરછ માટે કેજરીવાલને સમન્સ જારી કર્યા હતા. ગયા વર્ષે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે  આ નીતિમાં વિસંગતતાને ટાંકીને સીબીઆઈ તપાસની ભલામણ કર્યા બાદ આ તપાસ શરૂ થઈ છે. કેન્દ્રિય તપાસ પંચે આ કેસમાં 15 આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરી હતી. જેમાં કથિત રીતે નિયમોના ઉલ્લંઘન અને પોલિસીમાં પ્રક્રિયા ગત ક્ષતિઓનો આરોપ છે. નવી આબકારી નીતિ તેના મુસદ્દા અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના આક્ષેપો વચ્ચે બાદમાં રદ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply