આજે આ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ
Live TV
-
આ સૂર્યગ્રહણને હાઇબ્રિડ સૂર્યગ્રહણ કહેવામાં આવી રહ્યું છે
વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ આજે જોવા મળશે. આ સૂર્યગ્રહણને હાઇબ્રિડ સૂર્યગ્રહણ કહેવામાં આવી રહ્યું છે. કારણ કે, આ વલયાકાર ગ્રહણ અને આંશિક સૂર્યગ્રહણનું સંયોજન હશે. આ પ્રકારનુ ગ્રહણ 100 વર્ષમાં માત્ર એક જ વખત થાય છે. આ સૂર્યગ્રહણને નિંગાલુ કહેવાય છે. જો કે, આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહિ મળે , પરંતુ ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને હિન્દ મહીસાગર સહીતના વિસ્તારોમાં આંશિક રૂપથી સૂર્યગ્રહણ જોવા મળશે. આ વર્ષે માત્ર 2 સૂર્યગ્રહણ થવાના છે. 20 એપ્રિલ એટલે કે આજ બાદ 14 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ થશે. જે વર્ષનુ બીજું અને અંતિમ ગ્રહણ હશે.
