ગૃહમંત્રી અમિત શાહે સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ ઝડપી કરવાના આપ્યા આદેશ
Live TV
-
ર્મચારીઓને સમયસર પ્રમોશન મળે તે માટે વિભાગીય બઢતી સમિતિઓની બેઠકો નિયમિતપણે યોજવી જોઈએ : અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ ઝડપી કરવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રીએ સાયબર ક્રાઇમ મેનેજમેન્ટ માટે ઇકોસિસ્ટમ વિકસાવવા, પોલીસ દળોના આધુનિકીકરણ, આઇટીનો ઉપયોગ વધારવા, સરહદ વ્યવસ્થાપન અને દરિયાઇ સુરક્ષા મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. તેમજ ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. અમિત શાહે કહ્યું કે, કર્મચારીઓને સમયસર પ્રમોશન મળે તે માટે વિભાગીય બઢતી સમિતિઓની બેઠકો નિયમિતપણે યોજવી જોઈએ. તેમજ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓ માટે આરોગ્ય સંભાળ સુવિધાઓ બનાવવા અને આવાસ ગુણોત્તર સુધારવા જેવા વિવિધ કલ્યાણકારી પગલાં લેવા જોઈએ. અને મંત્રાલયના અધિકારીઓએ વિકાસ યોજનાઓ પર નજર રાખવા માટે ક્ષેત્રની મુલાકાત લેવી જોઈએ.
