આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ
Live TV
-
ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે 69મી પુણ્યતિથિ છે. બાબા સાહેબની પુણ્યતિથી મહાપરીનિર્વાણ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન બદલ તેમના મહાપરિનિર્વાણ દિવસ પર દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ અને અન્ય સાંસદો અને અગ્રણી નેતાઓ નવી દિલ્હીમાં સંસદ ભવન સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.
ભારત રત્ન ડૉ. આંબેડકર એક ન્યાયશાસ્ત્રી, વિચારક, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક હતા જેમણે પોતાનું જીવન સમાનતાની હિમાયત કરવા અને જાતિ આધારિત ભેદભાવ નાબૂદ કરવા માટે સમર્પિત કર્યું હતું. બાબા સાહેબને 1990માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
