નવી દિલ્હી: પ્રધાનમંત્રી આજે ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય ઉત્સવ ઉત્તર પૂર્વની સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક રચનાને પ્રદર્શિત કરશે. આ મહોત્સવ પૂર્વોત્તર ભારતની વિશાળ સંસ્કૃતિનું પ્રદર્શન કરશે.
જેમાં પારંપરિક કળા, શિલ્પ, અને સાંસ્કૃતિક પ્રથાઓની વિવિધતાઓને એક સાથે લાવવામાં આવશે. આ મહોત્સવમાં પ્રદર્શની, ગ્રામીણ હાટ, રાજ્ય વિશેષ મંડપ, અને પૂર્વોત્તર ક્ષેત્રોના વિકાસ માટે મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ટેકનોલોજીના સ્તરથી પણ આયોજન કરવામાં આવશે. પ્રમુખ કાર્યક્રમોમાં રોકાણકારોનું ગોળમેજી સંમેલન અને બેઠકોનો પણ સમાવેશ થાય છે
આ ફેસ્ટિવલ તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા અને પર્યટન તેમજ અનન્ય ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે એક અભૂતપૂર્વ પ્લેટફોર્મ પૂરું પાડશે. મહોત્સવ દરમિયાન, 250થી વધુ કારીગરો 34 GI-ટેગવાળી વસ્તુઓ સહિત અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે.
આ કાર્યક્રમમાં એક ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ અને ખરીદનાર-વિક્રેતા કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે, જે અર્થપૂર્ણ સહકાર પ્રદાન કરવાની સાથે આર્થિક રીતે અસરકારક સાબિત થશે.
