આજે ત્રીજા વોયસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનની વર્ચ્યુઅલી અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે
Live TV
-
આજે ત્રીજા વોયસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનની વર્ચ્યુઅલી અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. પહેલાની જેમ આ વખતે પણ સમિટ વર્ચ્યુઅલ ફોર્મેટમાં હશે. જે મુખ્યત્વે લીડર સેશન અને મિનિસ્ટર્સ સેશનમાં વિભાજિત થાય છે. પીએમ મોદી ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા કરશે.
આ સમગ્ર સમિટમાં મંત્રી સ્તરના 10 સત્રો થશે. વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાનાર સત્રની થીમ 'યુનિક પેરાડાઈમ ઓફ ધ ગ્લોબલ સાઉથ' હશે અને સ્વાસ્થ્ય મંત્રી 'વન વર્લ્ડ, વન હેલ્થ' સત્રમાં ચર્ચા કરશે. વાણિજ્ય મંત્રી વચ્ચેની ચર્ચાનો વિષય "વૈશ્વિક દક્ષિણથી વિકાસના પરિપ્રેક્ષ્ય માટે વેપાર" હશે.આઈટી મંત્રીઓના સત્રમાં વિકાસ માટે ડીપીઆઈની ચર્ચા કરવામાં આવશે.
આ સંમેલન ગત શિખર સંમેલનોમાં દુનિયાને પ્રભાવિત કરવા વાળી અનેક જટિલ અડચણો જેવીકે, સંઘર્ષ, ખાદ્ય તથા ઉર્જા સુરક્ષા સંકટ અને ગ્લોબર વોર્મિંગ પર થયેલ ચર્ચાઓને આગળ વધારશે. આ શિખર સંમેલનમાં ગ્લોબલ સાઉથના ક્ષેત્રોની અડચણો, પ્રાથમિકતાઓ, સમાધાન અને ખાસ કરીને વિકાસના ક્ષેત્રો પર વિચાર-વિમર્શ કરશે.
અગાઉ, ભારતે ગયા વર્ષે 12-13 જાન્યુઆરીએ પ્રથમ વખત આ સમિટનું આયોજન કર્યું હતું, જ્યારે બીજી સંમેલન પણ ગયા વર્ષે 17 નવેમ્બરે યોજાઈ હતી. આ બંને કોન્ફરન્સનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું.
