આજે દેશ સહિત વિશ્વભરમાં ઈદ મિલાદુન્નબીની ઉજવણી
Live TV
-
આજે દેશ સહિત વિશ્વભરમાં ઈદ મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરો મોહમ્મદ પૈયંગમ્બર સાહેબના જન્મદિવસ તરીકે આ પર્વ મનાવે છે. ઈસ્લામિક કેલેન્ડર અનુસાર હઝરત મહોમ્મદ સાહેબનો જન્મ રબીઉલ અવ્વલની 12 તારીખના રોજ મક્કામાં થયો હતો.
આજે દેશ સહિત વિશ્વભરમાં ઈદ મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરો મોહમ્મદ પૈયંગમ્બર સાહેબના જન્મદિવસ તરીકે આ પર્વ મનાવે છે. ઈસ્લામિક કેલેન્ડર અનુસાર હઝરત મહોમ્મદ સાહેબનો જન્મ રબીઉલ અવ્વલની 12 તારીખના રોજ મક્કામાં થયો હતો. હઝરત મહોમ્મદ સાહેબનો જન્મ અરબમાં એવા સમયે થયો હતો જ્યારે ત્યાં સર્વત્ર અંધકાર ફેલાયેલો હતો.નૈતિકતા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. અમાનવીય પ્રથાઓનું ચલણ સામાન્ય હતું. એવામાં હઝરત મહોમ્મદ પૈયંગમ્બર સાહેબે સમગ્ર દુનિયાને એક સાથે પ્રેમથી રહેવાનો રસ્તો બતાવ્યો હતો. હઝરત મહોમ્મદ સાહેબ ઈસ્લામ ધર્મના અંતિમ નબી હતાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ઈદ મિલાદુન્નબીની ટ્વિટ સંદેશ દ્વારા શુભકામના પાઠવી હતી. સરકારની કોવિડ-19ની માર્ગદર્શિકા અનુસાર મુસ્લિમ બિરાદરો ઈદ મિલાન્નદુબીની ઉજવણી કરી રહ્યાં છે.
