Skip to main content
Settings Settings for Dark

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ રાજ્યોમાં ચૂંટણી સભાઓ કરશે

Live TV

X
  • છત્તીસગઢમાં બીજા તબક્કાની ચૂંટણી માટે તમામ સ્ટાર પ્રચારક સતત પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ રાજ્યોમાં ચૂંટણી સભાઓ કરશે. સૌથી પહેલાં પીએમ મોદી છત્તીસગઢના વિશ્રામપુરમાં સવારે 11 વાગ્યે જનસભાને સંબોધશે.

    જ્યાં બીજા તબક્કામાં 17 નવેમ્બરે 17 બેઠકો પર મતદાન થશે.ત્યારબાદ પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના સીધીમાં પણ જનસભા સંબોધશે. મધ્યપ્રદેશમાં એક જ તબક્કામાં તમામ 230 વિધાનસભા બેઠકો પર 17 નવેમ્બરે મતદાન થશે. તો, તેલંગાણામાં પણ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાને જોર પકડ્યું છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં પણ એક જનસભાને સંબોધશે. તેલંગાણામાં એજ જ તબક્કામાં 30 નવેમ્બરે મતગણતરી થશે.

    જ્યારે 3 ડિસેમ્બેર મતગણતરી થશે. તો રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેજ થઈ ગયું છે. આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી રેલીઓ યોજશે. ત્રણેય વિધાનસભા મતવિસ્તારોમાં પહેલાં જનસભા અને પછી રથસભાના કાર્યક્રમોનું આયોજન કરાવામાં આવ્યું છે. તો, અન્ય પક્ષોએ પણ ચુંટણી પ્રચાર તેજ કર્યો છે. રાજસ્થાનની તમામ 200 વિધાનસભા બેઠકો પર 25 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply