આજે ભાઈબીજનો પર્વ, ભાઈના દીર્ઘાયુ માટે આજના દિવસે બહેનો કરે છે પ્રાર્થના
Live TV
-
આજે કારતક સુદ બીજની તિથિના રોજ દેશભરમાં ભાઈબીજનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે.
ભાઈ અને બહેનનો વિશેષ તહેવાર એટલે કે ભાઈબીજ. આજે કારતક સુદ બીજની તિથિના રોજ દેશભરમાં ભાઈબીજનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આ એ દિવસ છે જ્યારે બહેન પોતાના ભાઈના લાંબી ઉંમર માટે યમરાજને પ્રાર્થના કરે છે. માનવામાં આવે છે કે, આ દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘરે જાય છે અને તિલક લગાવીને ભોજન કરાવે છે, જેથી ભાઈને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે અને તેના જીવનમાં ખુશીઓ આવે છે. તેને યમબીજના નામથી પણ ઓળખવામાં આવે છે. હિન્દુ પૌરાણિક માન્યતાઓ મુજબ આ પર્વ સાથે યમરાજા અને મા યમુનાની સાથે કથા જોડાયેલી છે. જે મુજબ માઁ યમુનાએ પોતાના ભાઈ યમરાજના લાંબા આયુષ્ય માટે વ્રત કર્યુ હતુ અને અન્નકૂટનો પ્રસાદ આપ્યો હતો. આ જ કારણે આજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાનો પણ ખૂબ જ મહિમા જણાવાયો છે..
