Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે જનજાતીય ગૌરવ દિવસના અવસરે પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો જાહેર કર્યો

Live TV

X
  • 8 કરોડથી વધુ ખેડૂતોને 18 હજાર કરોડથી વધુની રકમ પ્રદાન કરવામાં આવી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનજાતીય ગૌરવ દિવસના અવસરે ઝારખંડના ખૂંટીમાં બિરસા કોલેજની મુલાકાત લઈને પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો જાહેર કર્યો. 8 કરોડથી વધુ ખેડૂતોને 18 હજાર કરોડથી વધુની રકમ પ્રદાન કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયની મુલાકાત લીધી. જે બાદ પીએમ મોદી ભગવાન બિરસા મુંડાનાં જન્મસ્થાન ઉલિહાતૂ ગામ પહોંચ્યા. જ્યાં તેઓ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી ખૂટીમાં જન-જાતીય ગૌરવ દિવસના ઉપલક્ષ્યમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન પ્રધાનમંત્રી  “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અને સંવેદનશીલ જનજાતીય સમૂહ મિશનનો શુભારંભ કર્યો. આ સાથે જ પ્રધાનમંત્રી મોદી ઝારખંડમાં કેટલીયે વિકાસ પરિયોજનાઓનું ઉદ્ગાટન, શિલાન્યાસ કરી રાષ્ટ્રને સમર્પિત કરી.

    દર વર્ષે જનજાતીય ગૌરવ દિવસ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને રાષ્ટ્રીય ગૌરવ, વીરતા તથા આતિથ્યના ભારતીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આદિવાસીઓની કોશિશને માન્યતા આપવા માટે ઊજવવામાં આવે છે. સમગ્ર દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ICAR ઈન્સ્ટિટ્યુટ, રાજ્ય કૃષિ યુનિવર્સિટી, પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર, પ્રાથમિક કૃષિ સહકારી સમિતિઓ અને સામાન્ય સેવા કેન્દ્રમાં ઊજવવામાં આવ્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply