પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના બૈતૂલ ,શાજાપુર અને ઝાબુઆ ખાતે જનસભાને સંબોધિ હતી
Live TV
-
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના બૈતૂલ ,શાજાપુર અને ઝાબુઆ ખાતે જનસભાને સંબોધિ હતી. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ સાંજે ઇન્દોર ખાતે રોડ શોમાં ભાગ લીધો હતો. રોડ શોમાં ઘણી ભીડ ઉમટી હતી. પ્રધાનમંત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓએ ચૂંટણીમાં હાર માનીને પોતાને નસીબના ભરોસે છોડી દીધા છે. તેમણે કહ્યું હતું કે, મોદી સરકારની ગેરન્ટીની સામે કોંગ્રેસના જુઠા વાયદા એક મિનિટ પણ ટકી શકશે નહિં. તેમણે જણાવ્યું હતું કે ભાજપનું સંકલ્પપત્ર એક ગેરંટી છે અને ગેરંટી પરી થશે.
મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે યોજાનારા મતદાન માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશમાં ગૃહમંત્રી અમિત શાહે રીવા ખાતે તો રાજનાથસિંહે રતલામ ખાતે રેલી સંબોધી હતી. ભાજપ અધ્યક્ષ જે.પી .નડ્ડાએ પણ આજે રતલામના આલોટ, રાયસેનના ભોજપુર અને નરસિંહપુરના ગાડરવારામાં રેલીને સંબોધી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે બે દિવસ માટે ઝારખંડના પ્રવાસે જશે. બુધવારે પ્રધાનમંત્રી રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને સ્વતંત્રતા સેનાની સંગ્રાલયની મુલાકાત લેશે. તે પછી પીએમ ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઉલીહાતૂ ગામ પહોંચશે. ત્યાં તેઓ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. જેની સાથે તેઓ બિરસા મુંડાના જન્મસ્થળ ઉલીહાતૂ ગામ જનારા પ્રથમ પ્રધાનમંત્રી બનશે.
પ્રધાનમંત્રી ખૂંટી જનજાતિય ગૌરવ દિવસ 2023ના કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવશે. તેની સાથે પીએમ વિશિષ્ટ રીતે નબળા જનજાતિય સમૂહ મિશનની શરૂઆત પણ કરશે.
