Skip to main content
Settings Settings for Dark

આજે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડૉ.એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ

Live TV

X
  • અબ્દુલ કલામ સાહિબ, જેને મિસાઇલ મેન કહેવામાં આવે છે, તેમણે દેશને ઘણા મિસાઇલો આપ્યા અને દેશને મજબૂત કર્યો

    આજે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડૉ.એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ છે..ત્યારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યુ છે ..તેમણે લખ્યુ છે કે વિજ્ઞાનનો પ્રયોગ શક્તિનો પરિચય અને શાંતિપૂર્ણ પ્રગતિ એમ બન્ને  માટે ડૉ.અબ્દુલ કલામનું માર્ગદર્શન દેશને મળ્યુ છે.ડૉ.કલામ ભારતના રાષ્ટ્રપતિ પદે વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી રહ્યા હતા.. ડો અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 ના રોજ તામિલનાડુ ના રામેશ્વર જિલ્લાના ધનુષકોડી ગામમાં થયો હતો.1962 માં, અબ્દુલ કલામજીએ સંરક્ષણ સંશોધનનું કામ છોડી અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે કામ કરવાનું શરૂ કર્યું. 1962 અને 82 ની વચ્ચે, તેઓ આ સંશોધનથી સંબંધિત અનેક શોધ પર કામ કરી ચુક્યા હતા.1969 એ.પી.જે. કલામ ઇસરોમાં ભારતના પ્રથમ એસએલવી -3 (રોહિણી) દરમિયાન અબ્દુલ કલામજી પ્રોજેક્ટ હેડ બન્યા હતા.અગ્નિ, પૃથ્વી અને આકાશના પ્રક્ષેપણમાં કલામજીએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી..અબ્દુલ કલામ સાહિબ, જેને મિસાઇલ મેન કહેવામાં આવે છે, તેમણે દેશને ઘણા મિસાઇલો આપ્યા અને દેશને મજબૂત કર્યો. તેણે ભારતને સુરક્ષિત કરવાના સંદર્ભમાં પૃથ્વી, અગ્નિ જેવી મિસાઈલ આપી. જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં જાણીતા કલામ સાહેબ દેશને મજબૂત અને સ્વ-નિર્ભર બનાવવા ઇચ્છતા હતા. તેમણે દેશને તત્વ વિજ્ઞાનમાં આત્મનિર્ભર બનાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply