Skip to main content
Settings Settings for Dark

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર

Live TV

X
  • મોદી સરકાર દેશના સમગ્ર વિકાસ માટે સતત કામ કરી રહી હોવાનું અને ભારતીય જનતા પાર્ટી નેતાઓની નહીં પણ કાર્યકર્તાઓની પાર્ટી હોવાનું જણાવ્યુ

    આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્યોમાં ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસની મધ્યપ્રદેશની મુલાકાતે છે. આજે તેઓ પક્ષના કાર્યકર્તા સાથે બેઠક કરશે. ગત સાંજે અમિત શાહે હોંશગાબાદમાં એક સભાને સંબોધન કરતા રાહુલ ગાંધી પર નિશાન તાકયું હતું અને જણાવ્યું હતું કે રાજા મહારાજ અને ઉદ્યોગપતિઓના સહારે ચૂંટણી ન જીતી શકાય. મોદી સરકાર દેશના સમગ્ર વિકાસ માટે સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી નેતાઓની નહીં , પણ કાર્યકર્તાઓની પાર્ટી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે વિપક્ષ ગમે તેટલાં પ્રયાસો કરે પરંતુ ભાજપના કાર્યકર્તાઓના સમર્પણ આગળ ટકી શકશે નહીં. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં એક રેલીને સંબોધન કરતા જણાવ્યું હતું કે જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવશે તો તુરંત ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply