આજે મહાન સંદ ગુરુ રવિદાસજીની જન્મ જયંતિ, PMએ આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
પ્રધાનમંત્રીએ લખ્યુ કે સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે સંત રવિદાસજીએ સૌહાર્દ અને ભાઈચારાની ભાવના પર ભાર આપ્યો હતો જે આજ પણ એટલો જ પ્રાસંગિક છે
આજે મહાન સંદ ગુરુ રવિદાસજીનું જન્મ જયંતિ છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી, પ્રધાનમંત્રીએ લખ્યુ કે સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે સંત રવિદાસજીએ સૌહાર્દ અને ભાઈચારાની ભાવના પર ભાર આપ્યો હતો જે આજ પણ એટલો જ પ્રાસંગિક છે..
સંત કવિ રૈદાસ (રોહીદાસ) અથવા રવિદાસ તે મહાન સંતોમાં અગ્રણી હતાં જેમણે પોતાની રચનાઓ ના માધ્યમ થી સમાજમાં વ્યાપ્ત બુરાઇઓ ને દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું. એમની રચનાઓ ની વિશેષતા લોક-વાણી નો અદ્વિતીય પ્રયોગ રહ્યો છે. જેનાથી જનમાનસ પર એનો અમિટ પ્રભાવ પડે છે. મધુર અને સહજ સંત રૈદાસ ની વાણી જ્ઞાનાશ્રયી હોવા છતાં પણ જ્ઞાનાશ્રયી અને પ્રેમાશ્રયી શાખાઓ ના મધ્ય સેતુ જેવી છે.પ્રાચીનકાળથી જ ભારતમાં વિભિન્ન ધર્મો તથા મતોના અનુયાયી નિવાસ કરે છે. આ બધામાં મેલ-જોલ અને ભાઈચારો વધારવા માટે સંતો એ સમયે-સમયે મહત્વપૂર્ણ યોગદાન દીધું છે. આવા સંતોમાં રૈદાસ નું નામ અગ્રગણ્ય છે. સંત રવિદાસજી કબીરના સમકાલીન હતા. સંત કવિ રવિદાસનો જન્મ વારાણસી પાસેના એક ગામમાં ઈ.સ. ૧૩૯૮માં મહા સુદ પૂનમના દિવસે થયો હતો. એ દિવસે રવિવાર હતો, તેથી તેમનું નામ રવિદાસ રાખવામાં આવ્યું. તેમને રામાનંદના શિષ્ય માનવામાં આવે છે.
