આજે રાત્રે ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં જોવા મળશે,ચંદ્રગ્રહણ મધ્યરાત્રિ પછી 01.05 વાગ્યે શરૂ થશે અને 02.24 વાગ્યા સુધી ચાલુ રહેશે
Live TV
-
ચંદ્રગ્રહણ એશિયા, યુરોપ, આફ્રિકા, પૂર્વ-દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના અન્ય દેશોમાં પણ દેખાશે.
આજે રાત્રે આંશિક ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ સમગ્ર ભારતમાં જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચંદ્રગ્રહણ મધ્યરાત્રિ પછી 01.05 વાગ્યે શરૂ થશે અને 02.24 વાગ્યા સુધી ચાલુ રહેશે. ચંદ્રગ્રહણનો સમયગાળો 1.19 કલાકનો રહેશે. ચંદ્રગ્રહણ એશિયા, યુરોપ, આફ્રિકા, પૂર્વ-દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના અન્ય દેશોમાં પણ દેખાશે. ચંદ્રગ્રહણ એ એક અવકાશી ઘટના છે જે ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સીધી સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પસાર થાય છે અને તેનો પડછાયો ચંદ્રની સપાટી પર પડે છે.
આજે શરદ પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી રાજયના મોટા મંદિરોમાં આરતી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરમાં આજે પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણના કારણે મંગળા આરતી સવારે 5 કલાકે થશે. સવારે 11 થી 12 વાગ્યા સુધી તેમજ ઉત્થાપન દર્શન 12 વાગ્યે તેમજ શયન (દર્શન બંધ) બપોરે 3 વાગ્યે થશે. ચંદ્ર ગ્રહણ હોવાથી મંદિર આજે બપોરે 3 વાગ્યે જ બંધ થઈ જશે. શરદ પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી પાવાગઢ મંદિર બપોર બાદ બંધ રહેશે. મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે કે, આજે બપોરે અઢી વાગ્યા પછી નિજમંદિરના કપાટ બંધ થશે. ગ્રહણ બાદ નિયત વિધિવિધાનો કર્યા બાદ આવતીકાલે સવારે સાડા આઠ વાગે મંદીરના દ્વાર ખુલશે અને ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે.
