વર્તમાન ખરીફ સિઝનમાં દેશમાં અનાજનું ઉત્પાદન એક હજાર 485 લાખ મેટ્રિક ટનને પાર થવાનું અનુમાન
Live TV
-
મકાઈનું ઉત્પાદન 224 લાખ મેટ્રિક ટનથી વધુ અને કઠોળ (તુવેર, મૂંગ, અડદ)નું ઉત્પાદન 63.31 લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે 2023-24 માટે મુખ્ય ખરીફ પાકોના ઉત્પાદનના પ્રથમ આગોતરા અંદાજો બહાર પાડ્યા છે, જેમાં દેશનું ખાદ્યાન્ન ઉત્પાદન એક હજાર 485 લાખ મેટ્રિક ટનથી વધુ થવાની અપેક્ષા છે.
રિપોર્ટ મુજબ, એક હજાર 63 લાખ મેટ્રિક ટનથી વધુ ચોખાના ઉત્પાદનનો અંદાજ છે. મકાઈનું ઉત્પાદન 224 લાખ મેટ્રિક ટનથી વધુ અને કઠોળ (તુવેર, મૂંગ, અડદ)નું ઉત્પાદન 63.31 લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે. શેરડીનું ઉત્પાદન ચાર હજાર 347 લાખ મેટ્રિક ટન થવાનું અનુમાન છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, ચોખા હેઠળનો વિસ્તાર પાછલા વર્ષના અંતિમ અંદાજ કરતાં લગભગ બે લાખ હેક્ટર અને સરેરાશ ચોખાના વિસ્તાર કરતાં લગભગ 4.5 લાખ હેક્ટર વધુ હોવાનો અંદાજ છે. સરેરાશ ખરીફ ચોખાના ઉત્પાદનની સરખામણીએ તેનું ઉત્પાદન પણ લગભગ એક લાખ ટન જેટલું વધારે હોવાનો અંદાજ છે.
