Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ

Live TV

X
  • આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી થઇ રહી છે. 16 નવેમ્બર 1966થી ભારતીય પ્રેસ પરિષદે પોતાનું સત્તાવાર કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઈ દર વર્ષે 16 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સામાન્ય લોકોને પ્રેસ અંગે જાણકારી આપવાનો છે. પત્રકારત્વનું ક્ષેત્ર આજે વ્યાપક થયું છે. પત્રકારત્વ જનજન સુધી માહિતી પહોંચાડવાનું સાધન બની ચૂક્યું છે.

     ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રાષ્ટ્રીય પ્રેસ દિવસે મીડિયાકર્મીઓને શુભેચ્છા પાઠવી હતી. ટ્વિટ કરતાં તેમણે જણાવ્યું હતું કે લોકશાહીને મજબૂત કરવા અને નાગરિકોના સશક્તિકરણમાં પ્રેસની મોટી ભૂમિકા રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રાષ્ટ્રીય પ્રેસ દિવસ પ્રસંગે ટ્વિટ કરીને પત્રકારોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ફ્રી પ્રેસ તે લોકશાહીની વિશેષતા અને આધારશિલા છે. રાષ્ટ્રીય પ્રેસ દિવસ પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ પ્રતિ આપણું ધ્યાન આકર્ષિત કરે છે. આજે ફેકન્યૂઝ તે સૌથી મોટું સંકટ છે. પત્રકારોએ તે સંકટ નિવારણ માટે કામ કરવું જોઇએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply