આજે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે
Live TV
-
આજે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાઈ રહ્યો છે. પર્યાવરણ અને પૃથ્વીના પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આજના દિવસે તેની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ વખત અમેરિકામાં 1970માં આ દિવસ ઉજવવામાં આવ્યો હતો અને હવે તે વૈશ્વિક અભિયાનમાં ફેરવાઈ ગયો છે, જેમાં લાખો લોકો પર્યાવરણીય સંરક્ષણના સમર્થનમાં વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમાં ભાગ લે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વીની સુધારણા માટે કામ કરી રહેલા તમામ લોકોના પ્રયત્નોની પ્રશંસા કરી છે. ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત તેની સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાની ભાવનાને અનુરૂપ ટકાઉ વિકાસને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
