કેન્દ્રીય સંચારમંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અરૂણાચલ પ્રદેશમાં 254 – 4G મોબાઈલ ટાવર દેશને સમર્પિત કરશે
Live TV
-
કેન્દ્રીય સંચારમંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અરૂણાચલ પ્રદેશમાં 254 – 4G મોબાઈલ ટાવર દેશને સમર્પિત કરશે. આ ટાવર 336 ગામડાઓને ડિજીટલ સંપર્કથી જોડશે. આનામાંથી કેટલાક ક્ષેત્રોમાં સ્વતંત્રતા પ્રાપ્તિ પછીથી સંચાર સુવિધાઓનો અભાવ હતો. આશરે 70 હજાર ગ્રાહકોને આ સેવાનો લાભ મળશે. આ પ્રસંગે કાયદા અને ન્યાયમંત્રી કિરેન રીજ્જુ અને સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહેશે.
સંચાર મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશના ત્રણ હજાર સાતસો એકવીસ ગામડાઓમાં બે હજાર છસો પાંચ 4G મોબાઇલ ટાવર લગાડવાની મંજુરી આપી છે. આ ટાવરો માટે બે હજાર 675 કરોડ રૂપિયાની રકમ મંજુર કરવામાં આવી છે.
