આજે વિશ્વ મેલેરિયા દિવસ, જાણો લક્ષણો અને બચવાના ઉપાય
Live TV
-
આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા જેવા ખતરનાક રોગ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનોઅને તે પ્રત્ય જાગૃત્તા ફેલાવોનો છે
આજે 25 એપ્રિલ એટલે 'વિશ્વ મેલેરિયા દિવસ'. 2008થી દર વર્ષે 25 એપ્રિલે 'વિશ્વ મેલેરિયા દિવસ' ઉજવાય છે. આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા જેવા ખતરનાક રોગ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનોઅને તે પ્રત્ય જાગૃત્તા ફેલાવોનો છે.
મેલેરિયા કે જે મચ્છરો દ્વારા ફેલાતી સૌથી જીવલેણ બીમારી છે કે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર ડંખ મારતી વખતે આપણા લોહીમાં પોતાના પરોપજીવી છોડે છે. જે પ્રવેશતાની સાથે જ તે લીવર તરફ આગળ વધે છે. થોડા દિવસો બાદ પરોપજીવી લોહીમાં પ્રવેશ કરે છે અને લાલ રક્ત કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. લોકોને આ ખતરનાક સંક્રમણ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 25મી એપ્રિલે 'વિશ્વ મેલેરિયા દિવસ' ઉજવવામાં આવે છે.ગુજરાતમાં મલેરિયાના વર્ષ 2019માં 13889 કેસ નોંધાયા હતા જ્યારે 2020માં 4771 કેસ નોંધાયા તેમજ 2021માં 4921 કેસ નોંધાયા હતા વર્ષ 2022માં ઓગસ્ટ મહિના સુધી 1001 કેસ નોંધાય. છેલ્લા પાંચ વર્ષમાં ચાર વ્યક્તિના મૃત્યુ થયા છે
મેલેરિયાના કારણે દર્દીને ઘણી વાર ઠંડી લાગે છે ,તાવ આવે છે. દર્દીને ખૂબ પરસેવો થાય છે. આ સિવાય માથાનો દુખાવો, ઉબકા આવવા, ઉલટી, પેટમાં દુખાવો, ઝાડા, એનિમિયા અને સ્નાયુમાં દુખાવો થઈ શકે છે. જો શરીરમાં આ લક્ષણો દેખાય તો તમારે તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
મેલેરિયાથી બચવા માટે પહેલાં મચ્છરોને ઘરની અંદર કે બહાર પ્રજનન કરતા અટકાવો. તમારી આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખો. પાણીમાં મચ્છરોને પેદા ન થવા દો. ઘરના ખૂણે-ખૂણે જંતુનાશકોનો છંટકાવ કરતા રહો. ઘરની અંદર કે આજુબાજુના કુલર, એસી, કુંડા અને ટાયર વગેરેમાં પાણી જમા ન થવા દેવું. પાણીની ટાંકીઓને પણ બરાબર ઢાંકી રાખો.
માત્ર નિદાન અને સારવાર જ નહીં, 2030 સુધીમાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવા માટે મેલેરિયા નિયંત્રણ અને નિવારણ અંગેની સામાજિક જાગૃતિ એટલી જ મહત્વપૂર્ણ છે
